જો તમારા ભૂતકાળમાં કંઈક એવુ બન્યુ છે જે તમને પરેશાન કરતુ રહે છે અને તમે તેનાથી બહાર આવી રહ્યા નથી તો આ તમારી મેન્ટલ હેલ્થને ખરાબ કરી શકે છે. તેનાથી તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંને ખરાબ અસર પડે છે.
ભૂતકાળને કેવી રીતે ભૂલવો ?
– જો તમારી મેન્ટલ હેલ્થ ખરાબ થાય છે તો તમે સેલ્ફ ટોક કરો. તેનાથી તમને ઘણા ફાયદા મળે છે. આ તમારા મગજ પર ઊંડી અસર નાખે છે. તેનાથી તમારા કાર્ય અને વ્યવહારમાં સુધારો થાય છે. આ બેસ્ટ થેરાપી છે. ભૂતકાળમાંથી બહાર નીકળવાની.
– જો તમે એકલતા અનુભવી રહ્યા છો અને તેનાથી નીકળવા ઈચ્છો છો તો પછી તમે કોઈ નવો શોખ શીખો, જેમ કે ડાન્સ, સિંગિંગ, આર્ટ, કેલીગ્રાફી, પેઈન્ટિંગ વગેરે. તેનાથી તમને લાઈફમાં મોટિવેશન મળશે.
– આ સિવાય તમે અમુક સારી સીરિઝ અને મૂવી જોવામાં સમય પસાર કરો કે પછી તમે મિત્રો સાથે બહાર ફરવા જાવ. આ સિવાય તમે ગાર્ડનિંગ કરો. આ પણ એક સારી રીત હોય છે એકલતા અને ભૂતકાળમાંથી નીકળવાની.
– તમે એવા સમયે એકલા ન રહો. પોતાના પરિવારની સાથે રહો. પોતાની પ્રોબ્લેમને તેમની સાથે શેર કરો. તેનાથી તમને સારો અનુભવ થશે. તો હવેથી તમે આ ટિપ્સને અપનાવીને પોતાના ભૂતકાળથી નીકળી શકો છો અને સુખી જીવન પસાર કરો.