Entertainment News: કિરણ રાવ નિર્દેશિત ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ સિનેમાઘરોમાં છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8મી માર્ચે આ ફિલ્મ પર એક ખાસ ઓફર આપવામાં આવી છે. ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફિલ્મ વુમન્સ ડે પર માત્ર 100 રૂપિયાની ટિકિટમાં જોઈ શકાશે.
આ ફિલ્મનું નિર્માણ આમિર ખાને કિરણ રાવ સાથે મળીને કર્યું છે. 1 માર્ચ, 2024ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સમીક્ષકોએ પણ તેને સારા રિવ્યુ આપ્યા છે. મહિલા દિવસના અવસર પર, Jio સ્ટુડિયો અને આમિર ખાન પ્રોડક્શન્સ એક ખાસ ઑફર લઈને આવ્યા છે.
Jio સ્ટુડિયોએ મહિલા દિવસના અવસર પર આ ઑફર વિશેની માહિતી તેના ઑફિશિયલ X હેન્ડલ દ્વારા શેર કરી છે. ફિલ્મના પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘તમારી મહિલાઓ સાથે અમારી ‘મિસિંગ લેડીઝ’ જોવાની ખાસ ઓફર. તેને તમારી નજીકના થિયેટરોમાં જુઓ, શું તમે આવો છો?
આ પોસ્ટ પર યુઝર્સ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ ખરેખર સારું પગલું છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ સમાચાર ખરેખર દિલચશ્પી છે.’ આ ફિલ્મની વાર્તા એવા બે યુગલોની છે જેઓ લગ્ન પછી પોતાની દુલ્હન સાથે ટ્રેનમાં ચઢે છે, પરંતુ નીચે ઉતરતી વખતે તેમની દુલ્હન બદલાઈ જાય છે.