ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ (IVPL) ની પ્રથમ સિઝન 23 ફેબ્રુઆરી 2024થી દેહરાદૂનના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહી છે. આ લીગમાં ભારતના ઘણા મહાન ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે. આ લીગની મેચો 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2024 સુધી રમાશે. ભારતીય ક્રિકેટ ચાહકો આ લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ ભારતીય દિગ્ગજ ખેલાડી મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ ફરી એકવાર મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ચેમ્પિયન ટીમની કમાન સંભાળશે. વીરેન્દ્ર સેહવાગે એક નિવેદનમાં કહ્યું કે હું ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું મુંબઈ ચેમ્પિયન્સ માટે રમીશ. દેહરાદૂનમાં મળીશું.
ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગમાં 6 ટીમો છે.
બોર્ડ ફોર વેટરન ક્રિકેટ ઇન ઇન્ડિયા આ લીગનું આયોજન કરી રહ્યું છે. ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ છ ટીમો વચ્ચે રમાશે. જેમાં VVIP ઉત્તર પ્રદેશ, રાજસ્થાન લિજેન્ડ્સ, રેડ કાર્પેટ દિલ્હી, છત્તીસગઢ વોરિયર્સ, તેલંગાણા ટાઈગર્સ અને મુંબઈ ચેમ્પિયન્સ સામેલ છે. દરેક ટીમમાં વિશ્વભરના નામાંકિત ખેલાડીઓ રમશે. દરેક ટીમમાં વિશ્વભરના ચારથી પાંચ ચુનંદા ખેલાડીઓ હશે.
આ ભારતીય દિગ્ગજ લીગમાં જોવા મળશે
વિરેન્દ્ર સેહવાગ, મુનાફ પટેલ, સુરેશ રૈના, રજત ભાટિયા, ક્રિસ ગેલ, યુસુફ પઠાણ, હર્ષલ ગિબ્સ અને પ્રવીણ કુમાર જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગમાં સાથે રમતા જોવા મળશે.