સનાતન ધર્મ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનની મુશ્કેલીઓ વધી શકે છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકના બેંગલુરુની 42મી ACM કોર્ટે ઉધયનિધિ સ્ટાલિનને 4 માર્ચે હાજર થવાનું કહ્યું હતું.
આયોજકોને સમન્સ પણ મોકલવામાં આવ્યા હતા
કોર્ટે ઉધયનિધિ સ્ટાલિનને તેમની વાંધાજનક ટિપ્પણી માટે હાજર થવા જણાવ્યું છે જેમાં તેમણે સનાતન ધર્મની ડેંડુ અને મેલેરિયા સાથે કથિત રીતે સરખામણી કરી હતી. આ ઉપરાંત કોર્ટે કાર્યક્રમનું આયોજન કરનારા લોકોને પણ સમન્સ જારી કર્યા છે.