ઓર્બિટ માટે સ્વદેશી રીતે વિકસિત ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમે સફળતાપૂર્વક તેની કાર્યક્ષમતા દર્શાવી છે. તેને PSLV C-58 ના પેલોડ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે તેને અંતરિક્ષ સંરક્ષણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મોટી છલાંગ ગણાવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના હેઠળ ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, સ્પેસ ડિફેન્સ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આ એક મોટી છલાંગ છે. TDF યોજના હેઠળ વિકસિત ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમે ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તેની કાર્યક્ષમતા દર્શાવી છે.
PSLV C-58 મિશન હેઠળ લોન્ચ કરાયેલી સિસ્ટમ સફળતાપૂર્વક કામ કરી રહી છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટ-અપ બેલાટ્રિક્સ એરોસ્પેસ લિમિટેડને આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, સ્પેસ ડિફેન્સ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આ એક મોટી છલાંગ છે. TDF યોજના હેઠળ વિકસિત ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમે ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તેની કાર્યક્ષમતા દર્શાવી છે. PSLV C-58 મિશન હેઠળ લોન્ચ કરાયેલી સિસ્ટમ સફળતાપૂર્વક કામ કરી રહી છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટ-અપ બેલાટ્રિક્સ એરોસ્પેસ લિમિટેડને આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી.