આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ શુક્રવારે અહીં 400 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી બીઆર આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું અને તેને ‘સામાજિક ન્યાયની પ્રતિમા’ તરીકે વર્ણવ્યું.
કેમ્પસમાં ઘણી સુવિધાઓ
આ પ્રતિમા 81 ફૂટ ઉંચી કોંક્રીટ બેઝ પર સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમા સાથે જોડાયેલ સંકુલમાં બીઆર આંબેડકર એક્સપિરિયન્સ સેન્ટર, બે હજાર સીટ ધરાવતું કન્વેન્શન સેન્ટર, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મ્યુઝિકલ ફાઉન્ટેન અને અન્ય સુવિધાઓ પણ છે.
રેડ્ડીએ સભાને સંબોધી હતી
આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા રેડ્ડીએ જણાવ્યું હતું કે, આજે વિજયવાડામાં અમે એક અમર સમાજ સુધારકની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છીએ જેણે આપણા દેશમાં વર્ષો જૂના સામાજિક, નાણાકીય અને મહિલા ઇતિહાસને બદલી નાખ્યો.
મુખ્યમંત્રીએ કહ્યું કે અમેરિકાનો વિચાર કરીએ ત્યારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી મનમાં આવે છે. પરંતુ હવેથી ભારતમાં સામાજિક ન્યાયની પ્રતિમાની ગુંજ સંભળાશે.