મુંબઈમાં 64 એકરમાં ફેલાયેલ એસ્સેલ વર્લ્ડ એન્ડ વોટર કિંગડમ એશિયાના સૌથી મોટા મનોરંજન પાર્કમાંનું એક છે. અહીંનો ટાઈમિંગ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે જ્યારે શનિવાર-રવિવાર સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અહીંની એન્ટ્રી ફી પુખ્ત વયના લોકો માટે 1710 રૂપિયા અને બાળકો માટે 1170 રૂપિયા છે.
Adlabs Imagica park Lonavala
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખાપોલી પાસે આવેલ એડલેબ્સ ઇમેજિકા પાર્ક એપ્રિલ 2013માં ખોલવામાં આવ્યું હતું. આ પાર્ક ત્રણ પાર્ટમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં થીમ પાર્ક, સ્નો પાર્ક અને વોટર પાર્ક સામેલ છે, આ સાથે જ લાઈવ શો, રોલર કોસ્ટર, વોટર પાર્ક, થીમ બેઝ્ડ મનોરંજન શો સામેલ છે. પાર્કના ટાઈમિંગની વાત કરીએ તો તે, સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ પાર્કમાં વ્યક્તિ દીઠ પુખ્ત વયની ટિકિટ 1299, બાળકોની ટિકિટ 1099, સીનીયર સીટીઝનની ટિકિટ 699 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે 1149 રૂપિયા ટિકિટ છે.
હૈદરાબાદમાં વર્ષ 1991માં રામોજી રાવ દ્વારા રામોજી ફિલ્મ સિટી સ્થાપના કરવામાં આવી હતી. અહીં ફિલ્મ ટૂર, એડવેન્ચર સ્પોર્ટ્સ અને ટોય ટ્રેનની સવારીનો આનંદ માણી શકાય છે.
અહીં હોલીવુડ સાઈનેઝ, એરપોર્ટ, લંડન સ્ટ્રીટ અને જાપાનીઝ ગાર્ડન વગેરે જેવા સેટ સાથે ઘણા શૂટિંગ સ્થળો છે. અહીંનો ટાઈમિંગ સવારે 9.30 થી સાંજે 5.30 સુધીનો છે. અહીંની એન્ટ્રી ફી પુખ્ત વયના લોકો માટે 1150 રૂપિયા અને બાળકો માટે 950 રૂપિયા છે.
કોચીમાં આવેલ વન્ડર લા પાર્કને વિઝા લેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં 50થી વધુ લોંગ રાઇડ્સ ઉપરાંત વોટર રાઇડ્સ પણ આવેલ છે. આ પાર્કનો સમય સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધીનો છે. આ પાર્કની એન્ટ્રી ફી પુખ્ત વયના લોકો માટે 770, બાળકો માટે 615 અને સીનીયર સીટીઝનો માટે 605 રૂપિયા છે.
The Kingdom of Dreams Gurugram
ગુરુગ્રામમાં આવેલ ધ કિંગડમ ઓફ ડ્રીમ્સ સપ્ટેમ્બર 2010માં ખોલવામાં આવ્યું હતું. ધ કિંગડમ ઓફ ડ્રીમ્સની એન્ટ્રી ફી 600 રૂપિયા છે. જ્યારે પેકેજના 1099 રૂપિયા છે.
Wonderla water Park Bangalore
બેંગલોરના મૈસુર રોડ પર આવેલ વન્ડરલા વોટર પાર્કમાં 60થી વધુ રાઈડ્સ આવેલી છે. વન્ડરલા પાર્કનો ટાઈમિંગ સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે. વન્ડરલા પાર્કની એન્ટ્રી ફી પુખ્ત વયના લોકો માટે 923, બાળકો માટે 740 અને સીનીયર સીટીઝનો માટે 690 રૂપિયા છે.