ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે. બુધવારે આ સમારોહ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને પણ ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રસ્તાવિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત લાખો ભક્તો ભાગ લેશે.
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમાર, આરએસએસના કૃષ્ણ ગોપાલ અને રામલાલ બુધવારે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા અને સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. આલોક કુમારે કહ્યું,
સમારોહ દરમિયાન પૂર્વ નાયબ વડા પ્રધાન અડવાણીને તમામ જરૂરી તબીબી સુવિધાઓ અને અન્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.
દરમિયાન, રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને બુધવારે સમારંભ માટે ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું હતું.
આ અવસર પર આરએસએસના વડાએ કહ્યું કે આવા ભવ્ય પ્રસંગનો ભાગ બનવું એ તેમનું સૌભાગ્ય છે. આ દેશની ગરિમા અને પવિત્રતાને મજબૂત કરવાની તક છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દરેક ગામ અને ઘરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.