ટાટા ગ્રુપે બુધવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાહેરાત કરી હતી કે તે ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી બનાવશે. ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર ફેબ માટે વાટાઘાટો પૂર્ણતાના આરે છે અને 2024માં તેને ચાલુ કરશે. અહીં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિમાં બોલતા ચંદ્રશેખરને જણાવ્યું હતું કે જૂથ બે મહિનામાં સાણંદમાં લિથિયમ-આયન બેટરી બનાવવા માટે 20 GW ની ગીગાફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યું છે. સેમિકન્ડક્ટર્સના કિસ્સામાં, ભારત સંપૂર્ણપણે અન્ય દેશોમાંથી આયાત પર નિર્ભર છે. ભારતમાં સેમિકન્ડક્ટરનો વપરાશ આગામી સમયમાં મજબૂત બનવાનો છે.
ટાટા ગ્રુપ માટે ગુજરાત ખૂબ મહત્વનું છે
સમાચાર અનુસાર, ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેકરને કહ્યું કે આર્થિક વિકાસની અસરને કારણે જબરદસ્ત સામાજિક વિકાસ પણ થયો છે. ગુજરાતે સ્પષ્ટપણે પોતાને ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે સ્થાન આપ્યું છે. તેમણે કહ્યું કે ટાટા જૂથ માટે ગુજરાત ખૂબ જ વિશિષ્ટ સ્થાન છે.ચંદ્રશેખરને કહ્યું કે તાજેતરમાં અમે ગુજરાત રાજ્યમાં અમારી હાજરીને વિસ્તારવા માટે મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતાઓ કરી છે.
સાણંદ ટાટાની ઇલેક્ટ્રિક વાહન ટેક્નોલોજીનું હબ છે.
અધ્યક્ષે કહ્યું કે સાણંદ અમારા તમામ ઇલેક્ટ્રિક વાહનો માટે ટેકનોલોજીનું હબ બની રહ્યું છે. અમે વધારાની ક્ષમતા સાથે સાણંદમાં ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો છે જેથી અમે ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને પૂરી કરી શકીએ. નટરાજન ચંદ્રશેખરને કહ્યું કે અમે C295 ડિફેન્સ એરક્રાફ્ટ પણ બનાવી રહ્યા છીએ. શરૂઆતમાં વડોદરા અને પછી ધોલેરામાં અને આ કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ટાટા ગ્રૂપ ઘણી વધુ ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહ્યું છે. આ વર્ષે કેટલાક ઉત્પાદનો બજારમાં આવી શકે છે. હાલમાં, ઈલેક્ટ્રિક કારના બજાર હિસ્સાના સંદર્ભમાં ટાટા મોટર્સ ભારતમાં મોખરે છે.