અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે બુધવારે સ્વદેશી UAV દૃષ્ટિ-10 સ્ટારલાઇનર ડ્રોન ભારતીય નૌકાદળને સોંપ્યું હતું. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતમાં સંપૂર્ણપણે સ્વદેશી UAV દૃષ્ટિ-10 સ્ટારલાઈનર વિકસાવ્યું છે. નૌકાદળના કાફલામાં સામેલ થયા બાદ ભારતીય નૌકાદળની તાકાત પહેલા કરતા વધુ વધશે.
આ અદ્યતન એરિયલ સિસ્ટમ નેવીને સોંપતા પહેલા હૈદરાબાદના અદાણી એરોસ્પેસ પાર્કમાં ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી. ખાસ વાત એ છે કે તેને એડવાન્સ એરિયલ સિસ્ટમના ક્ષેત્રમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, જે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હૈદરાબાદમાં ફ્લેગઓફ ઇવેન્ટનું નેતૃત્વ ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ 75 નૌકાદળના કર્મચારીઓ સાથે આ કાર્યક્રમમાં હાજર હતા. અદાણીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દૃષ્ટિ 10 સ્ટારલાઈનર એ એડવાન્સ્ડ ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ એન્ડ રિકોનિસન્સ (ISR) પ્લેટફોર્મ છે. તેની સહનશક્તિ 36 કલાક છે અને તે 450 કિલો વજન વહન કરી શકે છે. તેની સૌથી મોટી વિશેષતા દરેક હવામાન અને સ્થિતિમાં ઉડવાની ક્ષમતા છે. અદાણીનું ડ્રોન STANAG 4671 પ્રમાણપત્ર સાથે આવે છે, અને તે બંને પ્રકારના એરસ્પેસમાં ઉડવા માટે સક્ષમ છે.
હરિ કુમારે ભારતીય નૌકાદળની જરૂરિયાતો સાથે તેના રોડમેપને સંરેખિત કરવા અને સંરક્ષણ અને સુરક્ષામાં આત્મનિર્ભરતાને સક્ષમ કરવા ભાગીદારો અને ક્ષમતાઓની ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાના અદાણીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.