ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીનું પ્રમાણ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2023માં BSFએ 744 ઘૂસણખોરોની ધરપકડ કરી હતી. જેમાં 112 રોહિંગ્યાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગયા વર્ષનો આ સૌથી મોટો આંકડો છે. અગાઉ વર્ષ 2022માં BSFએ 369 ઘૂસણખોરો અને વર્ષ 2021માં 208 ઘૂસણખોરોની ધરપકડ કરી હતી.
છેલ્લા ત્રણ વર્ષમાં ઘૂસણખોરીમાં ઝડપથી વધારો થયો છે
ઘૂસણખોરોની સાથે, BSFએ પ્રતિબંધિત કફ સિરપ, ગાંજા, યાબાની ગોળીઓ અને બ્રાઉન સુગર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓનો મોટો જથ્થો પણ રિકવર કર્યો હતો. તેમની કિંમત લગભગ 41 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત વર્ષ 2023માં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી ચાર કિલો સોનું પણ ઝડપાયું છે. BSFએ કહ્યું કે ‘વર્ષ 2023માં BSFએ 744 ઘૂસણખોરોની ધરપકડ કરી હતી. જેમાં 112 રોહિંગ્યા, 337 બાંગ્લાદેશી અને 295 ભારતીયોનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં બીએસએફ દ્વારા ધરપકડ કરાયેલા ઘૂસણખોરોની આ સૌથી મોટી સંખ્યા છે.