વિધાનસભામાં માહિતી શેર કરતાં મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે રાજ્યમાં જાન્યુઆરીથી જૂન 2023 વચ્ચે માર્ગ અકસ્માતમાં 147 લોકોના મોત થયા છે. ગૃહના શિયાળુ સત્ર દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લેખિતમાં આ આંકડા રજૂ કર્યા હતા.
તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચવ્હાણના પ્રશ્નનો જવાબ આપતા આ આંકડા જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે જાન્યુઆરીથી જૂન વચ્ચે મુંબઈમાં 132 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 147 લોકોના મોત થયા હતા.