શનિવારે સવારે ભારત અને બાંગ્લાદેશમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 9.05 વાગ્યે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે બંને દેશોમાં જમીન હચમચી ગઈ હતી. અત્યાર સુધી બંને દેશોમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં 55 કિલોમીટરની ઊંડાઈએ હતું. પશ્ચિમ બંગાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ક્યાંયથી કોઈ નુકસાનની જાણ નથી.