પશ્ચિમ બંગાળમાં કથિત શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં CBIએ ગુરુવારે મોટી કાર્યવાહી કરી. એજન્સીએ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને બે કાઉન્સિલરો સહિત TMCના ઘણા નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા હતા.
સીબીઆઈએ મુર્શિદાબાદના ડોમકલના ધારાસભ્ય ઝફીકુલ ઈસ્લામ, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (કેએમસી)ના કાઉન્સિલર બપ્પાદિત્ય દાસગુપ્તા અને બિધાનનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર દેબરાજ ચક્રવર્તીના ઘરો પર દરોડા પાડ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શિક્ષક ભરતી કૌભાંડની તપાસના ભાગરૂપે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અધિકારીએ કહ્યું કે તપાસના સંદર્ભમાં કોલકાતા, મુર્શિદાબાદ અને કૂચ બિહાર જિલ્લાઓમાં અને તેની આસપાસના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.