દેશના સૌથી મોટા કેન્દ્રીય અર્ધલશ્કરી દળ ‘CRPF’ના ડીજી ડૉ. એસએલ થૌસન 30 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે તેમને આ પદ પર એક્સટેન્શન મળી શકે છે, પરંતુ બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની નિવૃત્તિને મંજૂરી આપી દીધી છે. ITBP DG અનીશ દયાલ સિંહને CRPF ડાયરેક્ટર જનરલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં, 1988 બેચના IPS અધિકારી ડૉ. એસએલ થૌસનને CRPFના મહાનિર્દેશક બનાવવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમય સુધી બીએસએફ ડીજીનો વધારાનો હવાલો પણ સંભાળી ચુક્યા છે.
થાઉસન તેમના કાર્યકાળ દરમિયાન CRPF અને BSFમાં ખૂબ જ સક્રિય રહ્યા છે. તેમણે બંને દળોના વિવિધ એકમોની મુલાકાત લીધી છે. સીઆરપીએફના ડીજી તરીકે, તેઓ દર અઠવાડિયે સરેરાશ કેટલાક જૂથ કેન્દ્ર, એકમ અથવા તાલીમ કેન્દ્રની મુલાકાત લેતા હોય છે.
ડૉ.એસ.એલ. થાઉસન પણ એસપીજીમાં રહી ચૂક્યા છે. સૂત્રોનું કહેવું છે કે તે રાજનીતિમાં પોતાની આગામી ઇનિંગ શરૂ કરી શકે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. તેમના નજીકના લોકોનું કહેવું છે કે તેઓ 2024માં આસામમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.