બેંગલુરુના વીરભદ્ર નગરમાં સોમવારે બસ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દસ જેટલી બસો બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ લગભગ 50 બસો આગની લપેટમાં આવી ગઈ હતી.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. થોડા દિવસો પહેલા બેંગલુરુમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.
વેલ્ડીંગ મશીનમાંથી નીકળેલી સ્પાર્કના કારણે આગ ફેલાઈ હતી
બસમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
જો કે હજુ સુધી આગ લાગવાના કારણ અંગે ચોક્કસ માહિતી મળી શકી નથી. કટીંગ અને વેલ્ડીંગ મશીનમાંથી નીકળેલી સ્પાર્કને કારણે આગ ફેલાઈ હોવાની આશંકા છે. તે જ સમયે, ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.
#WATCH | Private buses parked in a bus depot in Bengaluru's Veerabhadranagar catch fire
Detailed awaited. pic.twitter.com/gC0WAmksCZ
— ANI (@ANI) October 30, 2023