કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાયે બુધવારે બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીની વિશેષ તપાસ ટીમ (SIT)માં વિશેષ CBI અધિકારીનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઓફિસરનું નામ સ્નેહાંગશુ બિસ્વાસ છે તેઓ હાલ નવી દિલ્હીમાં પોસ્ટેડ છે. જસ્ટિસ ગંગોપાધ્યાયે અવલોકન કર્યું કે વિશ્વાસ એક અનુભવી તપાસકર્તા છે.
ભરતી કૌભાંડ ઝડપી પાડવા આદેશ
તેથી આ બાબતે તેમના અનુભવનો ઉપયોગ ભરતી કૌભાંડને વેગ આપવા માટે કરી શકાય છે. તેમણે સીબીઆઈ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે વિશ્વાસને 20 ઓક્ટોબર સુધીમાં કોલકાતા પહોંચે અને કેસમાં તપાસ ટીમનો ભાગ બને.
આગામી તારીખ 29મી નવેમ્બર
જસ્ટિસ ગંગોપાધ્યાયે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એજન્સીની કોલકાતા ઓફિસમાંથી તેમની બદલી ન કરવામાં આવે. ન્યાયાધીશે સીબીઆઈને દુર્ગા પૂજાની રજાઓ પછી કેસની તપાસની પ્રગતિ અંગેનો અહેવાલ સોંપવાનો પણ નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તપાસ એજન્સીના અધિકારીઓએ આ અંગેની વિગતો સીલબંધ પરબીડિયામાં સબમિટ કરવી જોઈએ. આ કેસમાં સુનાવણીની આગામી તારીખ 29 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.