ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પ્રથમ બે ODI મેચો માટે અલગ ટીમ પસંદ કરી છે, જ્યારે ત્રીજી ODI માટે પસંદ કરાયેલી ટીમમાં એવા ખેલાડીઓને જ તક આપવામાં આવી છે જેઓ વર્લ્ડ કપ ટીમમાં છે. જો કે રવિચંદ્રન અશ્વિન ત્રણેય વનડે મેચ માટે ટીમનો ભાગ છે. તે લાંબા સમય બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે. તેણે તેની છેલ્લી ODI મેચ જાન્યુઆરી 2022માં રમી હતી. જૂન 2017માં ભારતીય ODI ટીમમાંથી બહાર થયા બાદ અશ્વિને છેલ્લા છ વર્ષમાં માત્ર બે ODI મેચ રમી છે. અક્ષર પટેલ ત્રીજી વનડે માટે ટીમમાં છે, પરંતુ તેની ફિટનેસ શંકાના દાયરામાં છે. જો તે ફિટ નથી તો અશ્વિન અથવા વોશિંગ્ટન સુંદરને વર્લ્ડ કપની ટીમમાં તક મળી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ભારતીય ટીમ (પ્રથમ બે ODI મેચો માટે)
લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર) શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, રવિન્દ્ર ઠાકુર. , વોશિંગ્ટન સુંદર.
ત્રીજી મેચ માટે
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી. કુલદીપ યાદવ., અક્ષર પટેલ (ફિટનેસ પર શંકા), રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર.
ODI વર્લ્ડ કપની તૈયારીના સંદર્ભમાં આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શ્રેણીમાં બંને ટીમો વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપવા માંગે છે. આ શ્રેણીની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. જ્યારે બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. આ પછી, આ બંને ટીમો 8 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં પણ આમને-સામને થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ODI વર્લ્ડ કપ 2023માં એકબીજા સામે સ્પર્ધા કરીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.
આ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં સિનિયર ખેલાડીઓની વાપસી થઈ છે. નિયમિત કેપ્ટન પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલની પસંદગી કરવામાં આવી છે. કમિન્સ, સ્મિથ, સ્ટાર્ક અને મેક્સવેલ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં રમી શક્યા ન હતા.ઈજાગ્રસ્ત ટ્રેવિસ હેડને 18 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ટ્રેવિસ હેડના સ્થાને આવેલા માર્નસ લાબુશેનને ટીમમાં રાખવામાં આવ્યો છે.
ભારત સામેની વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિશ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લેબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ , ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.