ભારત સરકારે એ વાતની પુષ્ટિ કરી છે કે પાકિસ્તાને 1960ની સિંધુ જળ સંધિમાં ટ્રાન્સબાઉન્ડરી નદીઓના સંચાલન માટેના સુધારાની માંગણી કરતા જાન્યુઆરીમાં મોકલેલા પત્રનો જવાબ આપ્યો છે. શુક્રવારે આ માહિતી આપવામાં આવી છે
આ આદેશ વિશ્વ બેંક દ્વારા આપવામાં આવ્યો છે
વિશ્વ બેંક દ્વારા ભારત અને પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રતલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ પર પાકિસ્તાનના વાંધાઓને દૂર કરવા માટે પરસ્પર સંમત માર્ગ શોધવા માટે કહેવામાં આવ્યું હતું.
આમ છતાં ઈસ્લામાબાદે ભારત સાથે આ મુદ્દે કોઈપણ રીતે ચર્ચા કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે ભારતે પાકિસ્તાન માટે નોટિસ તૈયાર કરવી પડી હતી.
પાકિસ્તાન ચર્ચા માટે તૈયાર છે
બુધવારે પાકિસ્તાને કહ્યું કે તે સદ્ભાવનાથી સંધિને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. તે જ સમયે, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે હાલમાં પત્રની તપાસ કરી રહ્યા છીએ.
પાક અધિકારીઓએ જણાવ્યું હતું કે સંધિની કલમ 12 હેઠળ, હાલની સંધિ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી વિવાદના પક્ષકારો, ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય રીતે કરારમાં ફેરફાર નહીં કરે.
જાન્યુઆરીમાં નોટિસ મોકલવામાં આવી હતી
ભારતે જાન્યુઆરીમાં 1960ની સિંધુ જળ સંધિમાં સુધારો કરવા સંધિની કલમ XII(3) હેઠળ પાકિસ્તાનને નોટિસ પાઠવી હતી. વાસ્તવમાં, ભારત ઇચ્છતું હતું કે આ મુદ્દો નિષ્ણાત પાસે મોકલવામાં આવે, પરંતુ પાકિસ્તાન તેનો સતત ઇનકાર કરી રહ્યું હતું.
1960માં એક કરાર થયો હતો
19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. સંધિ હેઠળ સતલજ, બિયાસ અને રાવી નદીનું પાણી ભારતના હિસ્સામાં આવે છે અને સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીના પાણી પાકિસ્તાનના હિસ્સામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ કરાર અનુસાર ભારત અને પાકિસ્તાનના વોટર કમિશનરો વર્ષમાં બે વાર મળે છે.