કેરળના પથાનમથિટ્ટા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. તમિલનાડુના લગભગ 60 શ્રદ્ધાળુઓ સબરીમાલા જઈ રહ્યા હતા ત્યારે કેરળના પથાનમથિટ્ટા જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં તમામ મુસાફરોને ઈજા થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ અંગે માહિતી આપી હતી.
થોડા મહિનાઓ પહેલા કેરળના અલપ્પુઝા જિલ્લામાં એક કારનો અકસ્માત થયો હતો જેમાં ISRO યુનિટમાં કામ કરતા પાંચ કર્મચારીઓના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે કામદારોને લઈ જઈ રહેલી કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. તેમાંથી ચારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ દમ તોડ્યો હતો.
ગયા વર્ષે કેરળના પલક્કડ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પલક્કડ જિલ્લાના વદક્કનચેરીમાં થઈ હતી. કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ની બસ એક પ્રવાસી બસ સાથે અથડાઈ હતી જે પછી તે નજીકના દરિયામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 38 લોકો ઘાયલ થયા છે.