હિંદુઓનું પવિત્ર તીર્થ એટલે અમરનાથ. દર વર્ષની જેમ આ વર્ષની અમરનાથ યાત્રા શરુ થઈ ચુકી છે. આ યાત્રા હિંદુઓ માટે ઘણી જ પુજનીય હોવાથી તેની મહિમા અનેક ઘણી છે. મોટા ભાગના લોકો જીવનમાં એક વાર તો બાબા બર્ફિલા એટલે અમરનાથના શિવલિંગના દર્શન કરવાની ઇચ્છા રાખે જ છે. પણ આ યાત્રા જોઇએ તેટલી સરળ નથી. અને શ્રેષ્ઠ તો તે જ રહેશે કે તમે તેને 40 થી 50 વર્ષની ઉંમર થાય તે પહેલા જ કરી લો. અમરનાથ શબ્દ બે શબ્દ “અમર” એટલે કે “અનશ્નર” અને નાથ એટલે કે ભગવાન શબ્દ સાથે જોડાઇને બન્યો છે.
એક પૌરાણીક કથા મુજબ માતા પાર્વતી એ શિવ પાસે અમરત્વના રહસ્ય જાણવાની ઈચ્છા પ્રગટ કરી જે ભગવાન શિવ તેમનાથી છુપાવતા હતા એ રહસ્યને કહેવા માટે ભગવાન શિવ, માતા પર્વતીનને હિમાલયની ગુફામાં લઈ ગયાઅને અમરત્વનું રહસ્ય જણાવ્યુ. જેથી એ રહસ્ય કોઈ જાણી ન શકે. માનવામાં આવે છે કે આ તે જ ગુફા છે.
પવિત્રધામ અમરનાથ શ્રી નગરથી ઉતર-પુર્વ 135 કી.મી દૂર અને સમુદ્રતટ થી 13 હજાર ફુટ ઊંચાઈ પર આવેલો છે. પવિત્ર ગુફાની લંબાઈ 19 મીટર, પહોયાઇ 16 મીટર,અને ઊંચાઈ 11 મીટર છે. આટલી ઊંચાઈ પર હોવાથી અહીં ઓક્સીજનની માત્રા ઓછી જોવા મળે છે.લાખોની સંખ્યામાં લોકો અમરનાથ યાત્રામાં જોડાય છે. જે માટે તેમને સૌ પ્રથમ નોંધણી કરાવવી પડે છે. ત્યારે તમે પણ આ યાત્રામાં જવાનું વિચારતા હોવ તો પહેલા આ લેખ જરૂરથી વાંચો જેથી તમે આ યાત્રામાં જતા પહેલા તે તમામ વસ્તુઓ સાથે લઇ જઇ શકો જે તમારા માટે જાણવી જરૂરી છે.
આ યાત્રાનો રસ્તો હવાઇ સપાટીથી ખૂબ જ ઉપર છે. તેના કારણે સમગ્ર રસ્તામાં તાપમાન નીચે જતાં ઠંડી અસહ્ય લાગે છે. તેથી લોકોએ સાથે ગરમ કપડા, ધાબળો,રેંઈનકોટ, મોજા. જેવી સામગ્રી જરુર સાથે રાખવી
આ સાથે જ શર્દી, તાવ, ઉલ્ટીની દવા સાથે જ રાખવી. અને થોડુ પ્રોટીન યુક્ત ખોરાક પણ જોડા રાખવો. જેથી રસ્તા ચઢતી વખતે તમને શક્તિ મળી રહે. યાત્રાના દુર્ગમ રસ્તાઓ પર મહિલાઓ આ યાત્રામાં ડ્રેસ પહેરવાની જગ્યાએ ટ્રેક પહેરે તો યાત્રા ઘણી આરામદાયક બની જાશે. ઉલ્લેખનીય છે કે યાત્રા ધણી વાર ઘોડા પર પણ કલાકો સુધી બેસવાનું હોય છે. જે માટે ટ્રેક પેન્ટ વધુ સારો વિકલ્પ છે.
અમરનાથ યાત્રામાં બર્ફથી બચવા માટે સનગ્લાસ અને સનસ્કીન લોસન નો ઉપયોગ કરવો વધુ હિતાવહ રહેશે. યાત્રા શરુ કરતા પહેલા પોતાને મોશ્ચુરાઈઝ કરવાનું ના ભુલતા.
યાત્રા દરમિયાન સોર્ટકટનો ઊપયોગ ન કરવો, હંમેશા ગૃપમાં જ રહેવુ. સાથે જ યાત્રામાં સ્લિપરના બદલે ટ્રેકિેગ સુઝનો ઉપયોગ કરવો.સાંકડા રસ્તા ઉપર ઘોડા, ખચ્ચર અને યાત્રીઓ એક સાથે ચાલે છે તેથી ધ્યાનથી આગળ વધવુ . સાથે જ યાત્રાના સમયે સાથે માસ્ક રાખવુ પણ હિતકારી છે.
પહાડની ચડાઈ સમયે સાથે લાકડી કે ડંડો જરૂર રાખવો જેથી ચડાઈ કરવામા સરળતા રહે. યાત્રા સમયે થોડી ચોકલેટ પણ સાથે રાખવી. જેથી ચાલતી વખતે ગળુ સુકાય તો કામ આવે.