બિહારના રાજકારણમાં ઉલટફેર જોવા મળ્યો છે. જનતા દળ (યૂનાઇટેડ) સંસદીય બોર્ડના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ નવી રાજકીય ઇનિંગ શરૂ કરી છે. ઉપેન્દ્ર કુશવાહાએ નીતિશ કુમારની પાર્ટીથી અલગ થવાની જાહેરાત કરી હતી. કુશવાહાએ પોતાની અલગ પાર્ટી બનાવી લીધી છે, જેનું નામ ‘રાષ્ટ્રીય લોક જનતા દળ’ રાખ્યુ છે. આ પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ પટણામાં પોતાના સમર્થકોની બેઠક બોલાવી હતી, જેમાં વિવિધ જિલ્લાના જેડીયૂ નેતા અને કાર્યકર્તા સામેલ થયા હતા.
ઉપેન્દ્ર કુશવાહાએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુ, “નીતિશ કુમાર પાર્ટીને અહી સુધી લઇને આવ્યા, આ તેમણે ઘણુ સારૂ કર્યુ પરંતુ આ સફરનો અંત તે સારો કરી શક્યા નથી. 2020માં જે વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી તે પચી અમે તેમની સાથે આવી ગયા હતા. તે સમયે બિહારની જનતાએ જે આદેશ નીતિશ કુમાર અને અમને મળ્યો હતો, તેને જોતા અમે સાથે આવ્યા હતા. નીતિશ કુમારે અમને બોલાવ્યા અને અમે બધુ છોડીને આવી ગયા હતા.”
ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ, “મુખ્યમંત્રી પોતાની મન મરજી નથી કરી રહ્યા, તે હવે પોતાની આસપાસના લોકોના સૂચન અનુસાર કામ કરી રહ્યા છે. તે આજે પોતાના દમ પર કાર્યવાહી કરવામાં અસમર્થ છે, કારણ કે તેમણે ક્યારેય ઉત્તરાધિકારી બનવાનો પ્રયાસ કર્યો નથી. જો નીતિશ કુમારે ઉત્તરાધિકારી પસંદ કર્યો હોત તો તેમણે એક માટે પાડોશી તરફ જોવાની જરૂર ના પડત.” કુશવાહાએ કહ્યુ કે આજે તે એક નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. કેટલાકને છોડીને જેડીયૂમાં દરેક કોઇ ચિંતા વ્યક્ત કરી રહ્યુ હતુ. ચૂંટાયેલા સહયોગીઓ સાથે બેઠક થઇ અને નિર્ણય લેવામાં આવ્યો. નીતિશ કુમારે શરૂઆતમાં સારૂ કર્યુ પરંતુ અંતમાં જે રસ્તા પર તેમણે ચાલવાનું શરૂ કર્યુ તે તેમના અને બિહાર માટે ખોટુ છે.