રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તમિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રીની ઉજવણીમાં હાજરી આપશે. 112 ફૂટના આદિયોગીની સામે રાત્રી સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન દેશભરના જાણીતા કલાકારો પણ પરફોર્મ કરશે. ધ્યાનલિંગમાં, પંચ ભૂત આરાધનાથી શરૂ કરીને, લિંગ ભૈરવી મહાયાત્રા સાથે આગળ વધશે. આ પછી સદગુરુનું પ્રવચન, મધ્યરાત્રિનું ધ્યાન અને અદભૂત આદિયોગી દિવ્ય દર્શનમ, 3D પ્રોજેક્શન વિડિયો ઇમેજિંગ શો યોજાશે.
આ પ્રસંગે તમિલનાડુ પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મદુરાઈના મીનાક્ષી સુંદરેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
રાજસ્થાની લોક ગાયક મામે ખાન, એવોર્ડ વિજેતા સિતારવાદક નીલાદ્રી કુમાર, ટોલીવુડ ગાયક રામ મિરિયાલા, તમિલ પ્લેબેક સિંગર્સ વેલમુરુગન, મંગલી, કુતલે ખાન અને બંગાળી લોક ગાયિકા અનન્યા ચક્રવર્તી આ કાર્યક્રમમાં પરફોર્મ કરશે. સમારોહનું પ્રસારણ 16 ભાષાઓમાં તમામ મુખ્ય ચેનલો પર કરવામાં આવશે.