ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે સવારે હાઇવે પર પાર્ક કરેલી ટ્રક સાથે મિનીવાન અથડાતાં ચાર લોકોના મોત થયા હતા. સાયલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે સવારે લગભગ 6 વાગ્યે થયેલા અકસ્માતમાં વાનને ખૂબ નુકસાન થયું હતું અને બચાવ ટીમોએ વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં ઘણો સમય લીધો હતો.
આ વાન નેશનલ હાઈવે પર મોડાસાથી રાજકોટ જઈ રહી હતી. વાનમાં સવાર ચારેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમણે કહ્યું કે મૃતકની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આણંદ શહેર નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર સોમવારે એક મીની વાન એક સ્થિર ટ્રક સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માત રાતે 12.30 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે વાનમાં સવાર લોકો વાહન માલિકને વડોદરા મૂકીને ખેડા જિલ્લાના ડાકોર શહેરમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ટ્રક એક્સપ્રેસ વેની બાજુમાં બ્રેક લાઈટ કે ઈન્ડીકેટર વગર ઉભી હતી. મીની વેને તેને પાછળથી ટક્કર મારી હતી.
એક પીડિત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બેને આણંદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ટ્રક ચાલકને પકડવાના પ્રયાસો ચાલુ છે.