કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. બજેટ રજૂ કર્યા બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ભારતીય રેલ્વેને લઈને કેટલીક મોટી જાહેરાતો કરી હતી. વંદે ભારત ટ્રેનની સફળતા બાદ હવે રેલવે 2024-25 સુધીમાં વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવા જઈ રહી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વંદે મેટ્રો શહેરોમાં 50-60 કિમીનું અંતર કાપવાનો કોન્સેપ્ટ લઈને આવી રહી છે. પ્રોડક્શન અને ડિઝાઇનનું કામ આ વર્ષે કરવામાં આવશે. આવતા વર્ષથી તેને શરૂ કરવાની યોજના છે. વંદે મેટ્રો 125 થી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેની ડિઝાઇન મુંબઈ સબ-અર્બનની તર્જ પર હશે. વંદે મેટ્રો ટ્રેન 1950 અને 1960ના દાયકામાં ડિઝાઇન કરાયેલી ઘણી ટ્રેનોનું સ્થાન લેશે. એન્જિન સંપૂર્ણપણે હાઇડ્રોજન ઇંધણ આધારિત હશે, જેના કારણે પ્રદૂષણ શૂન્ય રહેશે. આ ટ્રેનમાં આધુનિક બ્રેક સિસ્ટમ, રેડ સિગ્નલ બ્રેકિંગથી બચવા માટે આર્મર સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક ડોર, ફાયર સેન્સર, GPS, LED સ્ક્રીન પણ હશે, જે મુસાફરોને આગલા સ્ટેશન વિશે અગાઉથી જાણ કરશે. આ ટ્રેનનું ભાડું ઘણું ઓછું હશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ મુસાફરી કરી શકશે.
હવે આ સ્થળો પર વંદે ભારત ટ્રેન તૈયાર થશે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી રોકાણના અભાવને કારણે રેલ્વેની ક્ષમતા હાંસલ કરી શકી નથી. રેલવેની સમાન ક્ષમતાને પહોંચી વળવા માટે રેલવેના મૂડી રોકાણ માટે રૂ. 2,41,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુસાફરો માટે તે સૌથી મહત્વપૂર્ણ સ્ટેશન છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભરમાં 1275 રેલવે સ્ટેશનોનું પુનર્નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનોમાં નવી દિલ્હી જેવા મોટા સ્ટેશનો, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – મુંબઈ, જોધપુર, જયપુર, ગાંધીનગર જેવા મધ્યમ રેલ્વે સ્ટેશનો અને ઘણા નાના રેલ્વે સ્ટેશનોનો સમાવેશ થાય છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉત્પાદન ખૂબ જ ઝડપથી કરવામાં આવશે. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનો માત્ર ચેન્નાઈ સ્થિત ICFમાં જ બનાવવામાં આવતી હતી, પરંતુ હવે આ પ્રીમિયમ ટ્રેનોનું ઉત્પાદન સોનીપત, લાતુર અને રાયબરેલીમાં પણ શરૂ થશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઝડપી ઉત્પાદન સાથે દેશના દરેક ખૂણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે જોડવામાં આવશે.