ફરવાનું કોને ના ગમે?, પરંતુ જ્યારે કોઇ પ્રવાસ એડવેન્ચર્સ અને સાહસથી ભરેલો હોય ત્યારે તેને માણવાની મઝા કંઇક ખાસ થઇ જાય છે. ત્યારે ગુજરાતના તમામ યંગસ્ટર અને સાહસિકો માટે આજે અમે આ સમર સ્પેશ્યિલ ટ્રાવેલ આર્ટીકલ લાવ્યા છીએ. આજના યુવાનોની જે પ્રવાસ સાથે કંઇક એડવેન્ચર્સ ભરેલી રમતોમાં ઊંડો રસ ધરાવે છે, તેમને આ આર્ટિકલ જરૂરથી કામ લાગશે. ટ્રેકિંગ ,પૈરાગ્લાઇડિંગ, સ્કેટિંગ, રોપવે વગેરે જેવી સાહસિક અને એડવેન્ચર્સથી ભરેલી રમતો માટે ભારતમાં કંઇ જગ્યાએ જવું તે સવાલનો જવાબ તમને આ લેખમાં મળી જશે. તો જો તમને પણ એડવેન્ચર્સનો શોખ હોય તો જાવ ભારતની આ જાણીતી 6 જગ્યાઓ પર ટ્રેકિંગ કરવા માટે. આ તમામ જગ્યાઓ રોમાંચથી ભરપૂર છે. અહીં કંઇ પણ થઇ શકે છે. તો જાણો કંઇ જગ્યા છે આ…
અલંગ મદન કુલંગ ટ્રેક
મહારાષ્ટ્રમાં અલંગ મદન કુલંગ ટ્રેકિંગની મઝા તમે આ ઉનાળાની રજા દરમિયાન માણી શકો છો. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આ ટ્રેકિંગ આવેલું છે. આ ટ્રેકિંગ એેટલા માટે મુશ્કેલ છે કારણ કે તેમાં તમારે દોરડું પકડી ચઢવાનું હોય છે. તો જો તમને રિસ્ક લેવા ગમતો હોય તો યુવાનીમાં તમારે આ તમામ ટ્રેકિંગમાંથી કોઇ એક જગ્યાએ તો જવું જ રહ્યું.
શીટ ટ્રેક, જમ્મુ અને કાશ્મીર
શીટ ટ્રેક જે ફ્રોઝન નદીના નામ તરીકે ઓળખાય છે. કડકડતી ઠંડીમાં લોકો આ નદી પર ટ્રેકિંગ કરવા માટે દુનિયાભરથી આવે છે. અહીં તમને અલગ પ્રકારનું ટ્રેકિંગ શીખવા મળે છે. વિશમ આબોહવા સાથે આ ટ્રેકિંગ તમને રોમાંચથી ભરી દે છે.
પિન પાર્વતી પાસ ટ્રેક
પિન પાર્વતી ભારતમાં સૌથી વધુ આકર્ષક અને પડકારરૂપ ટ્રેકિંગ સ્થળો માંથી પૈકી એક છે. સમુદ્રની સપાટીથી 5319 મીટરની ઊંચાઇએ તે આવેલું છે. જ્યાં લોકો એડવેન્ચર્સનો આનંદ લેવા આવે છે.
સિંગલિલા કંચનજંગા, સિક્કિમ
સિંગલિલા કંચનજંગા ટ્રેકની ઊંચાઈ 700 કિમી છે. કુદરતી સૌંદર્ય અને પર્વતો જોવા માટે સ્થળ ખુબજ લોકપ્રિય છે. આ વિશ્વમાં ત્રીજો સૌથી ઊંચું શિખર છે. અને એટલા માટે જ ખતરાના ખેલાડીઓ માટે આ જગ્યા છે ખૂબ જ લોકપ્રિય. તો તમે જીવનમાં એક વાર તો અહીં જવાની મજા જરૂરથી ઉઠાવજો!
ફ્લાવર વેલી, ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં ફૂલોની આ વેલી સુંદરતા, પ્રાકૃતિ અને એડવેન્ચર્સનું સુંદર મિશ્રણ છે. આ ખીણને નેશનલ પાર્કનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીં સીધુ ચઢાણ છે. પણ 11 કિલોમીટરના આ ટ્રેકમાં તમે જ્યાં સુધી આંખો જઇ શકે ત્યાં સુધી રંગબેરંગી ફૂલોને નિહારી શકો છો. અહીં વર્ષમાં એક જ વાર ફૂલો ખીલે છે. પણ ચોમાસામાં લોકો અહીં વધુ આવે છે.
રૂપકુંડ ટ્રેક, ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં રૂપકુંડ ખુબજ લોકપ્રિય અને સુંદર સ્થળ છે. કેટલાક લોકો દ્વારા આ સ્થળને હાડપિંજર જીલ (કંકાલ લેક) તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રેકિંગ કરવાના તમામ શોખીન લોકો અહીં એક વાર તો જરૂરથી આવે છે. આ ટ્રેક પર એક સારા ટ્રેકરે એક વાર તો ચોક્કસથી જવું જ જોઇએ.