કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કર્યું.
આ બજેટમાં નાણામંત્રીએ મહિલાઓને મોટી ભેટ આપતાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં મહિલાઓને 2 લાખની બચત પર 7.5% વ્યાજ મળશે. આ જાહેરાત બાદથી સરકારની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
મહિલા સન્માન બચત પત્ર યોજના
દેશની ઘણી મહિલાઓ હવે મહિલા સન્માન બચત પત્ર યોજના દ્વારા નોંધપાત્ર બચત કરી શકે છે. મહિલાઓ માટેની આ વિશેષ યોજના હેઠળ હવે મહિલા અથવા બાળકીના નામે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તેના પર 7.5% વ્યાજ આપવામાં આવશે અને આ યોજના માર્ચ 2025 સુધી લાગુ રહેશે.
નાણામંત્રીએ મહિલાઓ અને બાળકો માટે શું કરી જાહેરાત
- મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ મળશે.
- મહિલા સશક્તિકરણ માટે સરકારે નવી યોજના બનાવી છે.
- બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે.
- બાળકો અને યુવાનો માટે ડિજિટલ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવશે.
- દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી છે.
- સ્વ-સહાય જૂથને આર્થિક સશક્તિકરણના આગલા તબક્કામાં લઈ જવા માટે મોટા ઉત્પાદક સાહસો બનાવવામાં આવશે.