આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ આસામના નવા ડીજીપી બનશે. તેઓ ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતનું સ્થાન લેશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શનિવારે આની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે, આઈપીએસ અધિકારી ભાસ્કર જ્યોતિ આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. જી.પી.સિંઘ 1 ફેબ્રુઆરીએ ચાર્જ સંભાળશે.
સીએમ શર્માએ કહ્યું કે, શુક્રવારે ગૃહ વિભાગ દ્વારા નવા ડીજીપીને લઈને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જો કે, સત્તાવાર આદેશ હજુ સુધી મીડિયા સાથે શેર કરવામાં આવ્યો નથી. અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજ્યે મેળવેલી ગતિને જાળવી રાખવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું, એમ તેમણે ઉમેર્યું હતું.
NIAમાં પણ સેવાઓ આપી છે
આસામ-મેઘાલય કેડરના 1991 બેચના IPS અધિકારી જીપી સિંહ અગાઉ NIAમાં IG તરીકે સેવા આપી ચૂક્યા છે. આ સિવાય તે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)નો પણ ભાગ રહી ચૂક્યો છે. 2019 થી તેમને આસામના એડિશનલ ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.