આજકાલ દરેક ઘરમાં બાઇક અને કાર હોવી સામાન્ય વાત છે. પરતું પ્લેનની વાત કરીએ તો બહુ ઓછા લોકો હશે, જેમની પાસે પોતાનું પ્લેન હશે, પરંતુ દુનિયામાં એક એવું શહેર પણ છે, જ્યાં દરેક વ્યક્તિ પાસે પોતાનું વિમાન છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, અહીંના લોકો ઓફિસ જવા માટે અને અન્ય કામો માટે એરોપ્લેનનો ઉપયોગ કરે છે
આ અનોખું શહેર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે. આ શહેરના રસ્તાઓ ખૂબ પહોળા છે. તમને જાણીને આશ્ચર્ય થશે, અહીંના રસ્તા એરપોર્ટના રનવે કરતા પણ પહોળા છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી પાઈલટને કોઈ મુશ્કેલી ન પડે અને તે પ્લેનને સરળતાથી નજીકના એરપોર્ટ પર લઈ જઈ શકે. આવો જાણીએ આ અનોખા શહેર વિશે…
અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત આ શહેર કેમેરોન એરપાર્ક તરીકે ઓળખાય છે. આ શહેરમાં તમને દરેક ઘરની બહાર એરોપ્લેન અને ગેરેજની જગ્યાએ હેંગર જોવા મળશે. સૌથી નવાઈની વાત એ છે કે, આ શહેરના લોકો ઓફિસ કે કામ પર જવા માટે પણ પોતાના વિમાનનો ઉપયોગ કરે છે. તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ આ સંપૂર્ણ રીતે સત્ય છે.
આ શહેરમાં રહેતા મોટાભાગના લોકો પાઈલટ છે. તેથી જ વિમાન હોવું સામાન્ય બાબત છે. આ સાથે અહીં ડૉક્ટર, વકીલ અને અન્ય લોકો પણ રહે છે, પરંતુ આ બધા લોકોને પ્લેન રાખવું પણ ગમે છે.
પ્લેન હોવું એ આ શહેરમાં કાર રાખવા જેવી સામાન્ય બાબત છે. અહીં લોકોના ઘરની સામે બનેલા હેંગરમાં પ્લેન રાખવામાં આવે છે. હેંગર એ જગ્યા છે જ્યાં એરક્રાફ્ટ રાખવામાં આવે છે. આ અનોખા શહેર વિશે જે પણ જાણે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે તમને જાણીને નવાઈ લાગશે કે, આ શહેરની ગલીઓના નામ પણ વિમાનો સાથે જોડાયેલા છે. શહેરમાં બોઇંગ રોડ જેવા શેરીઓના નામ છે.