દરેક માણસ માટે નોકરી ખૂબજ મહત્ત્વની હોય છે. ઘણી વખત નોકરી માટે આપણે ઈન્ટરવ્યૂ આપવો પડે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈન્ટરવ્યૂ આપવા જાય ત્યારે તેની એક ઈમેજ ઉભી કરવાની તક હોય છે. કોઈપણ જગ્યાએ તમે નોકરીના ઇન્ટરવ્યુ માટે જાઓ છો, ત્યારે તમે સામેની વ્યક્તિ પર સારી છાપ પાડવાનો પ્રયાસ કરો છો. જેથી ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે તમે અગાઉથી તૈયારી કરીને જાઓ.
ઇન્ટરવ્યુઅરને તમારા હાવભાવ, તમારી જવાબ આપવાની રીત અને તમારા સંપૂર્ણ વ્યક્તિત્વને સ્કેન કરવા દો. એટલા માટે જ ખાસ મહત્વનું રહે છે કે તમે ઈન્ટરવ્યુ દરમિયાન શું પહેર્યું છે? ઘણી વખત લોકો આ વસ્તુને અવગણતા હોય છે અને તેમના ઇન્ટરવ્યુ માટે એવા કપડાં પસંદ કરે છે જે સારી છાપ છોડી શકતા નથી. આવી સ્થિતિમાં તમારે એ જાણવું જરૂરી છે કે ઇન્ટરવ્યુ દરમિયાન તમારે કેવા કપડાં પહેરવા જોઈએ? ઈન્ટરવ્યૂ દરમિયાન આ બાબતોનું ધ્યાન આપો.
કેઝ્યુઅલ કપડાં ન પહેરવા
ઘણી વખત એવું થતું હોય છે કે ઇન્ટરવ્યુ એક અનૌપચારિક સેટિંગમાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે કેઝ્યુઅલ કપડાંમાં પહોંચો છો. તો એ તમારો ખરાબ પ્રભાવ છોડીને જાય છે. એવામાં તમારે રિપ્ડ જીન્સ, ટેન્ક ટોપ્સ, ફ્લિપ ફ્લોપ, ડ્રેસિસ વગેરે પહેરીને ઇન્ટરવ્યૂ માટે ન જવું જોઈએ. અને ઓવરડ્રેસિંગ કરવાથી પણ બચો.
અસ્વસ્થતાવાળા કપડાં કે પગરખાં ન પહેરો
ઘણી વખત આપણે ડ્રેસ અથવા સાડી સાથે હીલ પહેરીએ છીએ, પરંતુ તેને લાંબા સમય સુધી પહેરવાથી આપણને પીડાનો સામનો કરવો પડે છે જે આપણા ચહેરા પર દેખાઈ આવે છે. આ સાથે એવા કપડા પહેરવા જોઈએ કે જેમાં તમે અસ્વસ્થતા અનુભવો છો તો એવા કપડાં પણ ન પહેરવા જોઈએ. એવું કંઈપણ પહેરશો નહીં કે જે પહેર્યા પછી તમે બરાબર વાત ન કરી શકો.
તેજ પરફ્યૂમ છાંટીને ના જાઓ
હંમેશા સારું લાગે છે જ્યારે તમારી આજુબાજુમાં સુગંધ આવતી રહે છે. એનાથી ફક્ત તમને જ નહીં પરંતુ સામેની વ્યક્તિને પણ સારું લાગે છે. પરંતુ જો તમે કોઈ એવું પરફ્યુમ લગાવ્યું હોય કે જેમાં ખૂબ જ તીવ્ર સુગંધ હોય, તો તે પણ તમને અસ્વસ્થ કરી શકે છે. સાથે જ એવું પણ થઈ શકે છે કે ઈન્ટરવ્યુ લેનાર વ્યક્તિને તીવ્ર સુગંધથી એલર્જી હોય તો. એટલા માટે જ્યારે ઈન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે સ્ટ્રોંગ પરફ્યૂમ છાંટવાથી બચવું જોઈએ.