ઉત્તરાયણ પર્વે લોકો સાથે અબોલ પક્ષી સૌથી વધુ ઘાયલ થતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવદયા સંસ્થા દવારા પતંગની દોરીથી ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા વિશેષ આયોજન કરાયું. ડૉક્ટરથી લઈને ઓપરેશન ટેબલ અને ICU એરિયા ઉભો કરાયો. તો બે વર્ષ બાદ ઇન્ટરેક્શન એરિયા પર ઉભો કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વ આવતા આકાશમાં કાપ્યો છે લપેટની ગુંજો સંભળાતી હોય છે. જે ગુંજ વચ્ચે અબોલ પક્ષીઓ પતંગની દોરીમાં ગૂંચવાઈ જતા હોય છે. જેમાંથી કેટલાક ઘાયલ તો કેટલાક મોતને ભેટતા હોય છે. જે પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર જાગૃતિ અભિયાન ચલાવતું હોય છે.
30 થી વધુ ઓપરેશન ટેબલ. 100 થી વધુ ડોકટર. 200 વોલેન્ટીયર તૈયાર
આની ખાનગી સંસ્થા અને એનજીઓ પણ આ કાર્યમાં જોડાતી હોય છે. ત્યારે આ વર્ષે પણ આંબાવાડી પાંજરાપોળમાં આવેલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દવારા ઘાયલ પશુ પક્ષીઓને તરત સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે. જેમાં દર વર્ષે સંસ્થામાં ઓપરેશન થિયેટર અને ટેબલ સહિત વ્યવસ્થા ઉભી કરાય છે. ત્યારે આ વર્ષે 30 થી વધુ ઓપરેશન ટેબલ. 100 થી વધુ ડોકટર. 200 વોલેન્ટીયર અને એમ્બ્યુલન્સ વાન પણ દોડવાઈ રહી છે.
ઘાયલ પક્ષીઓને બચાવવાનું આયોજન
જીવદયા સંસ્થા અબોલ પશુ અને પક્ષીઓને સારવાર આપવા માટે કામ કરે છે. ત્યારે સ્વાભાવિક છે કે ઉત્તરાયણ પર્વે તે સંસ્થામાં સૌથી વધુ ઘાયલ પશુ પક્ષીઓ આવે. તેમજ દર વર્ષે ઘાયલની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળતો હોય છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સંસ્થામાં ઓપરેશન ટેબલ સાથે ડોકટર્સ અને વોલેન્ટીયર્સ ની સંખ્યા માં કેટલોક વધારો કરાયો છે.
વર્ષ 2015 થી 2022ના જાન્યુઆરી મહિનામાં ઘાયલ પક્ષીઓના આંકડા
2015માં 2808, 2016માં 3173,2017માં 3252,2018માં 3149,2019માં 4200 ,2020માં 4100 2021માં 3300 અને 2022માં 4000 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી 900 ઉપર કોલ નોંધાઇ ચુક્યા છે. જે ચિંતાનો વિષય છે. એટલું જ નહીં પણ 2015 થી 2022 દરમિયાન ઘાયલ પશુ પક્ષીઓની સંખ્યા અને મોતના આંકડામાં વધારો જોવા મળ્યો. જેમાં 80 ટકા ઉપર જ પશુ પક્ષી સરવાઈવ કરી શકાય છે. અને આ તો માત્ર જીવદયા સંસ્થાનો જ આંકડો છે.
બાકીની સંસ્થા અને સરકારી આંકડા મેળવીએ તો તે આંકડો પણ ચિંતાનો વિષય કહી શકાય. કેમ કે જીવદયા સંસ્થા સાથે ફાયર બ્રિગેડ. કરુણા અભિયાન સહિત 40 ઉપર સંસ્થા અબોલ પશુ પક્ષીઓને બચાવવાનું કામ કરે છે. અને તેમાં પણ સૌથી વધુ કબૂતર અને સમડી ઘાયલ થતા હોવાનું નોંધાય છે.
લોકોમાં પશુ પક્ષીઓને લઈને વધુ જાગૃતિ આવે
તો બીજી તરફ પશુ પક્ષીઓ ને લઈને લોકોમાં જાગૃતિ આવે માટે જીવદયા સંસ્થા પર કોરોનાના બે વર્ષ બાદ ઇંટ્રેકસન એરિયા શરૂ કયો છે. જ્યાં વિવિધ પ્રજાતિના પશુ પક્ષીઓ રાખી લોકોને તેમના વિશે જાગેત કરાઈ રહ્યા છે. તો સાથે 10 મિનિટનો થિયેટર શો પણ રાખવામા આવ્યો છે. જેથી લોકોમાં પશુ પક્ષીઓને લઈને વધુ જાગૃતિ આવે.
હેલ્પ લાઈન નંબર
જો હેલ્પ લાઈન નંબરની વાત કરીએ તો, સરકારી કરુણા હેલ્પ લાઈન નંબર 1962 ફાયર બ્રિગેડ નમ્બર 101 ઇમરજન્સી નંબર 108 જીવદયા સંસ્થા નંબર 7878171727 સજાગ ગ્રૂપ
જીવદયા સંસ્થા સાથે શહેરમાં 40 ઉપરાંત સંસ્થા અબોલ પશુ પક્ષીઓ માટે કામ કરે છે. જે સંસ્થા દ્વારા શહેરીજનોમાં પશુ પક્ષી ઘાયલ ન થાય અને જો ઘાયલ થાય તો ત્યારે તેને કઈ રીતે સારવાર આપવી તેની જાગૃતિ લાવવા હેલ્પ લાઇન નંબરની પણ જાહેરાત કરાઈ છે.