ગુજરાતના વડોદરામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું સામે આવ્યું છે કે પીડિત પરિવાર આર્થિક તંગીથી પરેશાન હતો.
ડીસીપી યશપાલ જગાનિયાએ જણાવ્યું કે, વ્યક્તિની લાશ ફાંસીથી લટકતી હતી. જ્યારે રૂમમાંથી તેમની પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવ્યા છે. દિવાલ પર હત્યાનું કારણ પણ લખેલું હતું. આ સિવાય ફોન પર એક ચિઠ્ઠી પણ મળી છે, જે દર્શાવે છે કે પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ મામલે રિપોર્ટ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.