21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા દેશના પ્રવાસન મંત્રાલયના સહયોગથી અતુલ્ય ભારત અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આયોજિત ત્રિદિવસીય વિન્ટેજ કાર એક્ઝિબિશનનું ગઇકાલે સમાપન થયું હતું. વિન્ટેજ કાર એક્ઝિબિશનના આજે અંતિમ દિવસે નૃત્ય, સંસ્કારી નગરીની કલાની પ્રસ્તુતિ સાથે વિવિધ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.
વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આયોજિત ત્રિદિવસીય વિન્ટેજ કાર એક્ઝિબિશનમાં રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાની 1934ની પૈકર્ડ 1107 કૂપેરોડ સ્ટારને બેસ્ટ ઓફ ધ શોની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બીજા ક્રમે પુણેના ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ યોહાન પૂનાવાલાની 1949ની રોલ્સ-રોયસ સિલ્વર રેથ રહી હતી.
ત્રીજા ક્રમે દિલ્હીના વકીલ અને હેરિટેજ મૉટરિંગ ઓફ ઇન્ડિયાના ટુરિઝમના જનરલ સેક્રેટરી દલજીતી ટાઈટ્સની 1936 ની નૈશ એમ્બેસેડર સીરીઝ 1920 સેગને હાંસિલ કર્યું હતું. જ્યારે બાઈકની કેટેગરીમાં બેસ્ટ ઓફ શોનો એવોર્ડ 1958ની વે લોકેટ વેનમ 500 સિંગલે જીત્યો હતો. જેના માલિક પૂણેના ઝુબેન સોલોમન છે.
એશિયાની સૌથી મોટી રોયલ મોટર્સ (Royal Motors) ઇવેન્ટ માની 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી એલિગન્સ 2023નું વડોદરા (Vadodara)ના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી 300થી વધુ દેશ-વિદેશની વિન્ટેજ કાર અને બાઈકર્સ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પ્રદર્શન અર્થે મુકવામાં આવી હતી.
લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલા હેરિટેજ કાર શૉના આ પ્રદર્શનમાં 1902થી 1975 સુધીની વિન્ટેજ કારનું કલેકશન છે. જેમાં 105 વર્ષ જૂની 1917 ની ફોર્ડ કાર, 1928 ની ગાર્ડનર, 1930 ની કેડિલેક વી-16, 1932ની લોન્સિયા અસ્ટુરા પિનિનફેરિના, 1936 ની ડોજ-ડી-2 , 1938ની રોલ્સ રોય્સ, 1948ની હમ્બર જેવી કાર નિહાળવા મળી હતી.
આ હેરિટેજ કાર પ્રદર્શનમાં યુદ્ઘ પહેલાની અમેરિકન, યુરોપિયન તેમજ વિશ્વ યુદ્ઘ બાદની રોલ્સ રોયસ અને બેન્ટલી વિન્ટેજ બ્યુટીઝ, પ્લોબોય કાર, બોલિવુડ, ટોલિવુડ, મોલિવુડ અને ઘણી બધી સ્પેશિયલ કારનો સમાવેશ થયો હતો