કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં માર્ઝિંગ પોલો સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું. પોલો પ્લેયરની પ્રતિમા 120 ફૂટ ઊંચી છે. આ દરમિયાન મુખ્યમંત્રી એન બિરેન સિંહ હાજર હતા.
ગૃહમંત્રી ચૂડાચંદ્રપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરશે. શાહ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ એ જ જગ્યા છે જ્યાં ‘ઇન્ડિયન નેશનલ આર્મી’ના સૈનિકોએ ભારતની ધરતી પર પહેલીવાર ત્રિરંગો ફરકાવ્યો હતો. તેઓ બિષ્ણુપુર જિલ્લાના ચિન્ગી લેમ્પક વિસ્તારમાં અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવાના છે.
શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ગૃહમંત્રી ગુરુવારે ઇમ્ફાલ પહોંચ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને કેન્દ્રીય મંત્રી આરકે રાજને તેમનું સ્વાગત કર્યું હતું. અમિત શાહના કાર્યક્રમના સ્થળોની આસપાસના વિસ્તારને ડ્રોન અને યુએવી (માનવ રહિત હવાઈ વાહનો) માટે નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.