વડોદરા શહેરમાં આવતીકાલ 6 જાન્યુઆરીથી હેરિટેજ કાર શો યોજાવાનો છે. જેના ભાગરૂપે આજે વડદોરાથી કેવડિયા સુધીની રેલી યોજાઇ હતી. આ રેલીમાં 75 જેટલી વિન્ટેજ કાર જોડાઈ હતી.
વડોદરા શહેરમાં 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્ર્સ્ટ દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ(laxmi vilas palace) તથા ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી આ હેરિટેજ કાર શો(Car Show)નું આયોજન કરવામાં આવ્યું છે. આ હેરિટેજ કાર શો 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં 75 જેટલી હેરિટેજ કાર જોવા મળશે.
આ હેરિટેજ શોના ભાગરૂપે આજે વહેલી સવારે વિન્ટેજ કાર રેલીનું પ્રસ્થાન લક્ષ્મીવિલાસ પેલેસથી પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ કાર રેલી લક્ષ્મીવિલાસથી નીકળીને માંજલપુર, મકરપુરા, તરસાલી, કપૂરાઇ ચોકડીથી કેવડિયા તરફ જવા રવાના થઇ હતી. કેવડિયા(Kevadia)માં બે કલાકના રોકાણ બાદ આ રેલી વડોદરા પરત ફરશે.
આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર, 1938ની રોલ્સ રોઇસ, 1948ની હમ્બર, 1936ની ડોજ-ડી-2 સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ આ રેલીમાં જોડાઈ હતી તો વડોદરા ના મહારાજ સમરજીત ગાયકવાડ સહીત અન્ય રાજવી પરિવાર પણ જોડાયા હતા.