એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ દિલ્હીથી પેરિસ જઈ રહી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI143ને ફ્લેપની સમસ્યા અંગે માહિતી મળ્યા બાદ પરત બોલાવવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ પર લગભગ 231 મુસાફરો સાથે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયું.
વિમાન અને મુસાફરો સુરક્ષિત
CISFના સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ વિમાન અને મુસાફરો સુરક્ષિત છે. ઇમરજન્સી લેન્ડિંગ માટે દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલ્હીની હોસ્પિટલ અને ફાયર વિભાગને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ફ્લાઇટ ડાયવર્ટ કરી
દરમિયાન, અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રાયપુરમાં નબળી વિઝિબિલિટીને કારણે, ઇન્ડિગોની ફ્લાઇટ IGO 6687 અમદાવાદ-રાયપુરને બપોરે 12.37 વાગ્યે ભુવનેશ્વર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટ AIC 651 મુંબઈ-રાયપુરને ખરાબ વિઝિબિલિટીના કારણે સવારે 11.53 વાગ્યે નાગપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.