મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે. જેમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ કોરોનાના કેસ તથા વેક્સિનેશન કામગીરીની પણ ચર્ચા થશે. G-20 બેઠકને લઈ ગુજરાતમાં યોજાનારી બેઠકો મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ જૈન સમાજના વિરોધ બાદ SITની રચના મુદ્દે પણ ચર્ચા થશે. તો પતંગ મહોત્સવને લઇ તૈયારીઓની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવશે. ઇ સરકાર પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા થશે.
મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
ગાંધીનગરમાં મળનારી કેબિનેટની બેઠકમાં સરકારની નીતિ વિષયક બાબતો અંગે ચર્ચા થશે. 100 દિવસના લક્ષ્યાંકની અંદર ઘણા મંત્રાલય દ્વારા રિપોર્ટ આપી દેવામાં આવશે. 100 દિવસમાં તેમનો રિપોર્ટ શું હશે અથવા તો કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે તેની ચર્ચા કેબિનેટમાં થશે. તેની સાથે જ જૈન સમાજનો વિરોધ છે તેને લઇને ચર્ચા કરવામાં આવશે. આ અંગે ગઇકાલે ગૃહ વિભાગની બેઠક હતી.
જેમાં જૈન અગ્રણીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ એક SITની રચના પણ કરવામાં આવી છે. જેમાં 8 જેટલા સભ્યો લેવામાં આવશે. ત્યારે આ આઠ સભ્યો કોણ હશે તેને લઇને કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાતો હોય છે. ત્યારે આ વખતની વિશેષ તૈયારી શું હશે તેના પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં બૂસ્ટર ડોઝને લઇને ચર્ચા કરવામાં આવશે.ગુજરાતમાં G20ની 18થી વધુ બેઠક યોજાવાની છે. ધોરડો, કેવડિયા કોલોની સહિત અલગ અલગ સ્થળે આ બેઠક યોજાવાની છે. તેને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ ઇ-ગવર્નન્સ ઉપર આ વખતે ભાર મુકવામાં આવશે.