ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાશે. પરીક્ષાની ડેટશીટ મુજબ 14મી માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે.ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે.તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 માર્ચ થી 25 માર્ચ સુધી ચાલશે.બોર્ડની પરીક્ષામાં આ વખતે કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
CBSEની ધોરણ 10-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ગુરુવારે વર્ષ 2023 માટે ધોરણ 10 અને 12માંની બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. કેન્દ્રીય માધ્મયિક શિક્ષણ બોર્ડ દ્વારા 10 અને 12માં ધોરણના સત્ર 2022-23ની બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. CBSEએ પરીક્ષા નિયંત્રણ સંયમ ભારદ્વાજે જણાવ્યું કે બંને ધોરણના છાત્રોની સુવિધા માટે દરેક પરીક્ષા વચ્ચે પર્યાપ્ત સમય દેવામાં આવ્યો છે.10માંની પરીક્ષા 21 માર્ચ અને 12માંની પરીક્ષા 5 એપ્રિલે ખતમ થશે.
JEE પરીક્ષાનું રાખવામાં આવ્યું ધ્યાન
બોર્ડે કહ્યું કે 12માં ડેટશીટને બનાવતી વખતે બોર્ડે JEEની પરીક્ષાનું પણ ધ્યાન રાખ્યું છે. તેમણે કહ્યું કે બોર્ડે પહેલાં જ ડેટશીટ જાહેર કરી હતી કે જેથી વિદ્યાર્થીની પાસે પરીક્ષાની તૈયારીનો પર્યાપ્ત સમય રહે. તેમણે કહ્યું કે છાત્રોને હવે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની છે. તો આ પરીક્ષાઓ કુલ ત્રણ કલાકની હશે. પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. CBSEની સત્તાવાર વેબસાઈટ પર જઈને ડેટશીટ ડાઉનલોડ કરી શકો છો.