રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ માલિયાસણ ગામ નજીક ગત મોડી રાત્રે ઈકો કાર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઈકો કાર ડમ્પરની પાછળ ઘુસી ગઈ હતી. જેમાં ઘટના સ્થળે બે જેટલા લોકોના મોત થયા હતા અને અન્ય 2નું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. એમ કુલ મૃત્યુઆંક 4એ પહોંચ્યો છે. જ્યારે 6 લોકોને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ નજીક આવેલ માલીયાસણ ગામ નજીક રાત્રેના 10:00 વાગ્યાની આસપાસ ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર ડમ્પર ની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અને ઇકોમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને 6 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચે હતી. ટ્રક (નં- જીજે 03 બીડબ્લ્યુ 0335) અને ઇકો કાર (નં- જીજે 03 કેસી 2269) વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ જતા રસ્તા તરફ ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગત સામે આવી છે.