રાજકોટ ખાતે વડતાલ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા રાજકોટ ખાતે તારીખ 10થી26 સુધી ઐતિહાસિક પ્રદર્શન નગરીને બનાવવામાં આવી છે. જેમાં અલગ અલગ પ્રદર્શન કરતી આવૃત્તિઓ મૂકવામાં આવી છે. સાથે જ 22થી 26 ડિસેમ્બર ઐતિહાસિક અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અમૃત મહોત્સવનો શુભારંભ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુભારંભ કરાવશે. 22 ડિસેમ્બરે સવારે 10,000 જેટલા ખેડૂતોનો કૃષિ મંચ યુવા છે. જેમાં રાજ્યપાલ દેવરાજ આચાર્ય પણ હાજર આપશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉદ્ઘાટન સમયે હાજર રહેશે.
23મીએ સુધાંશુ ત્રિવેદી યુવા મંચને સંબોધન કરશે, 24મી ડિસેમ્બરે મહિલા સંમેલન યોજાશે. જેમાં રાષ્ટ્રપતિ વીડિયો કોન્ફરન્સના મહિલાઓને સંબોધન કરશે. પ્રદર્શનમાં આવતા લોકોને તા. 22થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 6 થીરાત્રે 10 વાગ્યા સુધી યજ્ઞ દર્શન, જળાભિષેક, સત્સંગ કથા શ્રવણ વગેરેનો લાભ મળશે. આ અમૃત સાગર સાંસ્કૃતિક પ્રદર્શનમાં અમૃતસાગર સાંસ્કૃતિક પ્રદર્શનનું કલાત્મક પ્રવેશદ્વાર 3 મોટા ઓડિટોરિયમ,છપૈયા અને અયોધ્યાની ઝાંખી સાથે ભગવન બાળપણનું સ્મરણ, ગુરુકુળ સંસ્કૃતિ મંડપમાં 64 કલાનાદર્શન, નીલકંઠની યાત્રા સાથેનો લાઈટ અને સાઉન્ડ શો.
વિશ્વગુરુ ભારતની ગૌરવંતી ગાથા, 360 ડીગ્રી સ્ક્રીન પર જીવન ઘડતરરહસ્ય દર્પણ, ફાનસ અને ઝુંમરનો જળહળાટ, બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપતા પ્રયોગો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો વગેરેને ગમતી કૃતિઓ, ગુફા, ફ્લાવરસર્કલ, તળાવ, ફુવારા,આર્ટગેલેરી વગેરેનું આકર્ષણ જમાવવામાં આવ્યું છે.
આ પ્રદર્શન 150 વિઘામાં ફેલાયેલું છે. આ પ્રદર્શનની શરૂઆત તારીખ 10 તારીખથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને અનેક જુદી જુદી આવૃત્તિઓ છે, તે મૂકવામાં આવી છે સાથે જ લોકો માટે એક ઝુલતો પૂલ પણ બનાવવામાં આવ્યો છે અને તેના પરથી લોકો પણ પસાર થઈ શકે તેવો આખો એક પ્રદર્શન નગરીમાં જુલતો પુલ બનાવવામાં આવ્યો છે. સાથે જ 200 વિધામાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમૃત મહોત્સવ આગામી 22 તારીખથી શરૂઆત થશે.