પંજાબ પોલીસના સ્પેશિયલ ઓપરેશન સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલના અધિકારીઓએ એક જાસૂસની ધરપકડ કરી છે, જે કથિત રીતે ભારતની ગુપ્ત માહિતી લીક કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી વ્યક્તિ ભારતની ગુપ્ત માહિતી શીખ ફોર જસ્ટિસ અને પાકિસ્તાનની ISIને શેર કરતો હતો.
આરોપીની ઓળખ ત્રિપેન્દ્ર સિંહ તરીકે થઈ છે, જે ISIને પંજાબની મહત્વની ઈમારતોની તસવીરો અને નકશા મોકલી રહ્યો હતો. કથિત રીતે આરોપી ત્રિપેન્દ્ર પણ કટ્ટરપંથી જૂથ સાથે સંકળાયેલો હતો.
સ્પેશિયલ સેલે જણાવ્યું કે આરોપી ત્રિપેન્દ્ર સિંહ 40 વર્ષનો છે અને તેની ચંદીગઢના સેક્ટર 40માંથી ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાન ISIને પંજાબની મહત્વની સરકારી ઈમારતોના નકશા અને ફોટા આપી રહ્યું હતું. તાજેતરમાં પંજાબ પોલીસની બે અલગ-અલગ ઓફિસો પર રોકેટ હુમલા થયા હતા, જેમાં આરોપી ત્રિપેન્દ્ર પણ સામેલ હોઈ શકે છે, જો કે તેની તપાસ ચાલી રહી છે.