પાકિસ્તાની જાસૂસી સંસ્થા ‘ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ’ (ISI) માટે કથિત રીતે કામ કરવા અને જાસૂસી કરવા બદલ ગુજરાત પોલીસે મંગળવારે સુરતના 33 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે પુણે સ્થિત આર્મીના સધર્ન કમાન્ડને મળેલી મિલિટરી ઈન્ટેલિજન્સનાં આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી દીપક કિશોરભાઈ સાળુંખે નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
સુરતના ભુવનેશ્વરી નગરમાં રહેતો આ વ્યક્તિ દુકાનદાર છે અને સૂત્રોએ તેની દુકાન ‘સાઈ ફેશન્સ’ તરીકે ઓળખાવી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “આઇએસઆઇ એજન્ટને આગળની કાર્યવાહી માટે ગુજરાત પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)ને સોંપવામાં આવી રહ્યો છે.” સૂત્રોએ જણાવ્યું કે સાલુંખે “મની લોન્ડરિંગ અને મહત્વપૂર્ણ માહિતીના બદલામાં” સંડોવાયેલો હતો. પાકિસ્તાનમાં તેના બે હેન્ડલર હમીદ અને કાશિફનો સંપર્ક કર્યો અને તેમની સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાની પ્રક્રિયામાં સામેલ હતો, એમ સૂત્રએ જણાવ્યું હતું.
પાકિસ્તાનનું ઈ નાણાકીય મોડ્યુલ અને સાઈ ફેશનનો વેશ
સૂત્રોએ જણાવ્યું કે સુરતના અન્ય બિઝનેસમેનની જેમ દીપક પણ સાઈ ફેશન નામની દુકાન ચલાવતો હતો. અહીંથી તે સામાન્ય દુકાનદારી કરતો હતો. સાથે જ તેમનું રહેઠાણ પણ સામાન્ય રહેણાંક વિસ્તારમાં છે. આ બધાની આડમાં તે પાકિસ્તાની બોસની માંગ પર પોલીસ, પ્રશાસન અને સેનાની મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરતો હતો. આ માહિતીના આધારે તેને પૈસા મળતા હતા જેને તે પોતાના રેકેટમાં વહેંચતો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને તેના દ્વારા મોકલવામાં આવેલી તમામ માહિતીનો સ્ત્રોત પણ શોધી રહી છે. આ મામલે અન્ય ધરપકડ પણ શક્ય છે.
જે આઈએસઆઈ એજન્ટ દીપકને પૈસા આપતો હતો
પોલીસનું કહેવું છે કે યોગેશ્વર સુરતના ભુવનેશ્વરી નગર વિસ્તારની પાર્ક સોસાયટીમાં રહે છે અને માહિતી આપવાના બદલામાં પૈસા મેળવતો અને ટ્રાન્સફર કરતો હતો. ISI એજન્ટ દીપકને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમ કે તેને પૈસા કોણ અને કેવી રીતે પૂરા પાડતા હતા? તે પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં કેવી રીતે આવ્યો? આ તમામની તપાસ થશે અને દીપકના તમામ સહયોગીઓની ધરપકડ કરવામાં આવશે.