બહુ જલ્દી ભારતીય ચૂંટણી પંચ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપી શકે છે. ગુજરાતમાં લગભગ 13 ટકા વોટ શેર અને તેના 5 ધારાસભ્યો જીતીને, AAPએ રાષ્ટ્રીય પક્ષ બનવા માટેની પૂર્વજરૂરીયાતો પૂરી કરી છે. જો કોઈ પક્ષને 4 રાજ્યોમાં પ્રાદેશિક પક્ષનો દરજ્જો હોય તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે. જો કોઈ પક્ષ 3 રાજ્યોને જોડીને લોકસભાની 3 ટકા બેઠકો જીતે તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે. જો કોઈ પક્ષને 4 લોકસભા બેઠકો ઉપરાંત લોકસભા ચૂંટણી અથવા વિધાનસભાની ચૂંટણીમાં 4 રાજ્યોમાં 6 ટકા કે તેથી વધુ મત મળે છે, તો તેને રાષ્ટ્રીય પક્ષ ગણવામાં આવે છે. જો કોઈપણ પક્ષ આ ત્રણમાંથી કોઈ એક શરત પૂરી કરે છે તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે.
પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ગોવા વિધાનસભાની ચૂંટણીમાં AAPએ 6.8 ટકા મત મેળવ્યા હતા અને 2 બેઠકો પણ જીતી હતી. આ પછી AAP ગોવામાં માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પાર્ટી બની ગઈ છે. હવે ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલની પાર્ટીએ તેના પ્રદર્શનના આધારે પ્રાદેશિક પક્ષનો દરજ્જો હાંસલ કર્યો છે. આ રીતે, 4 રાજ્યોમાં માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષ બનવાથી, AAP રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરશે. રાષ્ટ્રીય પક્ષના દરજ્જા માટે આમ આદમી પાર્ટીની અરજી પર, ચૂંટણી પંચ તેના માટે જરૂરી માપદંડો પર AAPની ચકાસણી અને સમીક્ષા કર્યા પછી તેને માન્યતા આપશે.
રાષ્ટ્રીય રાજકીય પક્ષનો દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટી આ લાભો મેળવી શકશે
આમ આદમી પાર્ટીનું ચૂંટણી ચિન્હ સાવરણી કાયમી બની જશે. હવે AAP પાસે સમગ્ર દેશમાં માત્ર એક જ ચૂંટણી ચિન્હ હશે. પક્ષનું આ સાવરણી ચિહ્ન તેમના માટે અનામત રહેશે.આ ચિહ્ન પર અન્ય કોઈ પક્ષનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવ્યા પછી, આમ આદમી પાર્ટીના ઉમેદવારો હવે બેલેટ/ઇવીએમ ઉમેદવારોની યાદીમાં ઉચ્ચ સ્થાને દેખાઈ શકશે. આમ આદમી પાર્ટી દેશની રાજધાનીમાં ઓફિસ મેળવી શકશે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીને મતદાર યાદી મેળવવા માટે કેટલાક પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ હવે તેને દરેક રાજ્યમાં મફતમાં મતદાર યાદી મેળવવાનો અધિકાર મળશે.
રાષ્ટ્રીય સ્તરે હવે આમ આદમી પાર્ટી 20 થી વધુ સ્ટાર પ્રચારકોને પોતાની યાદીમાં સામેલ કરી શકશે. હવે આ સંખ્યા વધીને 40 થશે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીમાં સામાન્ય લોકોને સંબોધવા માટે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર સમય મેળવી શકશે. રાષ્ટ્રીય દરજ્જો ધરાવતી પાર્ટીના પ્રમુખ સરકારી આવાસ મેળવવા માટે પાત્ર છે. હવે રાષ્ટ્રીય દરજ્જો મેળવનાર પક્ષના નામાંકન પત્રમાં માત્ર એક પ્રસ્તાવકની જરૂર પડશે. ચૂંટણી પંચ દ્વારા બોલાવવામાં આવેલી રાજકીય પાર્ટીઓની દરેક બેઠકમાં આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપવામાં આવશે.