ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં કોણ સત્તાનો સરતાજ બન્યુ તે 8 ડિસેમ્બરના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપના મૂળુ બેરાની જીત થઈ છે. તો આપના ઇસુદાન ગઢવીની ભૂંડી હાર થઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર કોણ વિજયી બન્યું તે તે અહીં જાણી શકાશે. ખંભાળિયા બેઠક પરથી ભાજપમાંથી મુળુભાઈ બેરા, કોંગ્રેસમાંથી વિક્રમ માડમ અને આપમાંથી ઇસુદાન ગઢવી વચ્ચે ખરાખરીનો જંગ છે.
કેટલા ટકા મતદાન થયું
ખંભાળિયા બેઠક પર 154566 પુરુષ અને 148029 મહિલા મતદારો અને 8 અન્ય મળી કુલ 302603 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 62.34 ટકા મતદાન થયું છે.
ખંભાળિયા બેઠકની રસપ્રદ વિગત
ખંભાળિયા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 81મા નંબરની બેઠક છે. આ બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં ખંભાળિયા તાલુકા અને ભાણવડ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક સમયે આ વિસ્તાર જામનગર જિલ્લાનો ભાગ હતો. 2013માં દેવભૂમિ દ્વારકાને અલગ જિલ્લો કરવામાં આવતા ખંભાળિયાને આ જિલ્લામાં સમાવવામાં આવ્યું હતું. 1995થી 2012 સુધી આ બેઠક પર ભાજપનો દબદબો હતો. 2014માં પુનમ માડમ સાંસદ બનતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ બેઠક ભાજપના હાથમાંથી ગઇ હતી. 2017માં પણ આ બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 27 પુરુષ અને 1 કુલ 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 18 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. એક સમયે આ બેઠક ભાજપનો ગઢ સમાન હતી. જોકે 2017માં કોંગ્રેસના વિક્રમ માડમે આ બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી હતી. વિક્રમ માડમનો 11046 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 79779 મત મળ્યા હતા.