ગુજરાતમાં સોરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પર 1લી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું જ્યારે આજ સવારથી સમગ્ર ગુજરાતમાં મતગણરી હાથ ધરાઈ છે જેમાં ભાજપનો ભગવો લેહરાઈ રહ્યો છે ત્યારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયાની જીતથી થઈ છે. ભાનુબેન બાબરિયા 74939 મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારને 14196 મત મળ્યા છે જ્યારે આપના ઉમેદવાર વંશરામભાઈને 27318 મત મળ્યા છે.
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાખીયો જંગ જોવા મળ્યો હતો. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી હતી. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ભાનુબેન બાબરિયાએ બીએ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે. કોંગ્રેસ દ્વારા સુરેશ બથવારને આ બેઠક પર ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ કોર્પોરેટર વશરામ સાગઠીયાને ટિકિટ આપવામાં આવી હતી બંને ઉમેદવારનો પરાજય થયો છે.
રાજકોટ ગ્રામ્ય અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. છેલ્લી 5 ટર્મથી ભાજપ ઉમેદવાર જ જીતતા આવ્યા છે. વર્ષ 1990માં ભાજપે આ બેઠક પર ખાતુ ખોલ્યું હતું. જોકે 1995મા કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. પરંતુ એ પછી 1998માં ભાજપે આ બેઠક પર પગદંડો જમાવ્યો ત્યારથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લે 1995માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. 2012ની ચૂંટણીમાં ભાજપના ભાનુબેન બાબરીયાએ 9 હજાર વોટથી કોંગ્રેસના લાખાભાઈને હરાવ્યા હતા. જ્યારે 2017ની ચૂંટણીમાં ભાજપના લાખાભાઈ સાગઠિયાનો કોંગ્રેસના વશરામભાઈ સાગઠિયા સામે 3 હજાર કરતા ઓછી સરસાઈથી વિજય થયો હતો.
2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો કોંગ્રેસને 77 બેઠકો
2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી. તોં કોગ્રેસને 77 બેઠક મળી હતી જ્યારે બીટીપીને બે, એનસીપીને એક બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર આશરે 50 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 42.02 ટકા રહ્યો હતો અન્યને 4.4 ટકા અને નોટામાં 1.08 ટકા મત પડ્યા હતા.