ગુજરાતમાં બીજા ચરણનું મતદાન હાલ ચાલી રહ્યું છે. લોકો સવારથી જ મતદાન કરવા મતદાન મથક જઈ રહ્યાં છે. તેવામાં નડિયાદમાં મતદાન જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. નડિયાદના એક દિવ્યાંગ યુવકે બે હાથ ન હોવા છતા પગનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. તેનો આ જૂસ્સો સૌ કોઈને મતદાન કરવા માટે જાગૃત કરે છે.
અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યાં
અંકિત સોની નામના યુવકે જણાવ્યું કે તેણે 20 વર્ષ પહેલા એક દુર્ઘટનામાં પોતાના બંને હાથ ગુમાવ્યાં હતાં. પરંતુ આ ધટનાએ મને મતદાન કરવાથી કદી અટકાવ્યો નથી. હવે હું વોટ આપવા માટે પગનો ઉપયોગ કરું છું.
પ્રથમ તબક્કામાં કેટલા ટકા મતદાન
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પહેલા તબક્કામાં 63.31 ટકા મતદાન થયું છે. જેમાં કચ્છ જિલ્લાના ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે, જે છેલ્લી ચૂંટણી કરતાં 5.19 ટકા ઓછું છે, જ્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ 82.71 ટકા મતદાન નોંધાયું છે, જે કચ્છ જિલ્લાના શહેરી વિસ્તાર ગાંધીધામ મતવિસ્તાર કરતાં 34.85 ટકા જેટલું વધારે છે. આ આંકડા શહેરી મતદારોની ઉદાસીનતા દર્શાવે છે.
A differently-abled voter casts his vote for the second phase of #GujaratAssemblyPolls in Nadiad, Kheda
"I lost both my hands 20 years ago in an accident but that did never stop me from casting my vote. I use my feet to vote now," said Ankit Soni pic.twitter.com/mJW7IhWqRl
— ANI (@ANI) December 5, 2022
1 લાખથી વધુ કર્મચારીઓ/અધિકારીઓ ફરજ પર
વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આ અવસર સાંગોપાંગ પાર પાડવા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ અત્યંત જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજા તબક્કામાં 1,13,325 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં 29,062 પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,263 પોલિંગ સ્ટાફ છે. મતદાનના આગળના દિવસે, રવિવારે જ આ તમામ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે. આ આખી પ્રક્રિયા અત્યંત ચીવટ અને ખૂબ મહેનત માગી લે તેવી હોય છે. લાખ્ખો કર્મચારીઓ-અધિકારીઓના મેનપાવરનું મેનેજમેન્ટ એક મહાઅભિયાન છે.