જેતપુરના નવાગઢ વિસ્તારમાં સવારેના સમયે કારખાનામાં આગ લાગી હતી. બંધ પડેલા જૂના પાયોનીયર સાડીના કારખાનામાં જૂના કાપડના વેસ્ટમાં ભીષણ આગ લાગી હતી. હાલ જેતપુર પાલિકાના ત્રણ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આગના કારણે દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા દેખાયા હતા.
હાલ આગ કયા કારણોસર લાગી છે તે જાણવા મળ્યું નથી. આગે થોડી જ વારમાં વિક્રમ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. હાલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે, આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
મેટોડા GIDCની ઓરડીમાં આગ લાગતા 5 લોકો ગંભીર રીતે દાઝયા
મેટોડા જીઆઇડીસીની ઓરડીમાં આગ લાગતા પાંચ લોકો ગંભીર રીતે દાઝયા હતા. દાઝેલા લોકો મેક પાવર નામની સીએનજી કંપનીમાં કામ કરતા હતા. કારખાનામાં કામ કરતા પરપ્રાંતીઓના રહેણાંક વિસ્તારમાં આગની ઘટના બની હતી. ગેસ લીકેજ હોવાથી સવારના સમયે આગ લાગી હતી. તમામ પાંચ લોકોને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો પ્રમાણ રાજકોટના મેટોડા GIDCમાં ઓરડીમાં ગેસ લીકેજ થતા વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ડાયમંડ પાર્ક નજીક આવેલી ઓરડીમાં આગ લાગતા 5 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.