એક માં બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે. આ વાતને રાજકોટની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ અઢી વર્ષના બાળકને ચૂંટણી દરમિયાન સાથે લઈ માતૃત્વની જવાબદારી નિભાવી રહી છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે.
અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ દિવસ રાત એક કરીને તેની ફરજ નિભાવે છે. ત્યારે રાજકોટના આ મહિલા કોન્સ્ટેબલ અરૂણાબેન તેની અઢી વર્ષની દીકરાને સાથે રાખીને ફરજ નિભાવી રહ્યાં છે. જે ખરેખર ખુબ જ ગર્વની વાત છે.
પોલીસકર્મી અરૂણાબેને જણાવ્યું હતું કે, હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મને કોટક સ્કુલમાં મુકવામાં આવી છે. જ્યાં હું મારી ફરજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બજાવું છું. ત્યારે અરૂણાબેને જણાવ્યું કે, ઘરમાં હું અને મારો પતિ અને અમારૂ અઢી વર્ષનું બાળક અમે ત્રણેય સાથે રહીએ છીએ.
ત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘરે કોઈ મારા બાળકને સાચવે એવું છે નહીં એટલા માટે હું મારી દીકરાને મારી સાથે રાખું છે અને સાથે સાથે ફરજ પણ નિભાવું છું. અમારૂં જ્યાં ક્વાર્ટર છે ત્યાં ઘોડિયા ઘર છે. ત્યાં અમે સવારે રાખીએ છીએ પણ ચૂંટણીના કારણે અમને 2 દિવસ અહિંયા જ નાઈટ હોલ્ડ હોય છે. જેથી હું મારા બાળકને ત્યાં રાખી શકતી નથી.
જેથી હું મારા બાળકને સાથે જ રાખું છું. કારણ કે ત્યાં આખો દિવસ કોઇ એને સાચવે તેવું હોતું નથી. એટલે હું મારા બાળકને સાથે રાખું છું. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ અને મારી ફરજના ભાગરૂપે હું મારી ફરજ નિભાવું છું. લોકશાહીનો પર્વ છે એટલે કોન્સ્ટેબલ તરીકે મારી ફરજ જે પણ આવે છે તે હું નિભાવું છું. સાથે જ એક માતા તરીકેને પણ ફરજ નિભાવું છું.
મારા પતિ બિઝનેસમેન છે. એટલે ક્યારેક એવું પણ બને કે તે વધારે મારે કામ હોય તો તેને અમારા બાળકને સાચવવું પડે પણ ઘણી વખત અમે પણ એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ. હું ઘણી વખત સાથે લઈને પણ મારી ફરજ નિભાવી લઉ છું.