ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. તેઓ 64 વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું.
આજે (બુધવાર) બપોરે 1 વાગ્યે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું અકાળે અવસાન થયું છે. આ માહિતી આપતા અમને ખૂબ જ દુઃખ થાય છે. દુઃખની આ ઘડીમાં અમે દરેકને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ.
બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તે વિક્રમના આઘાતજનક અવસાનથી આઘાતમાં છે. તે આવા પ્રિય અને સાચા મિત્ર હતા જેને હું ખૂબ જ યાદ કરીશ. હું તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.