ગુજરાતનું અમદાવાદ જે હેરિટેજ સીટી તરીકે પણ ઓળખાઈ છે ત્યાં ફરવા માટે ઘણા સ્થાળો આવેલા છે તેમાનું એક સ્થળ છે અટલ બ્રિજ જે સાબરમતી નદી પર બનેલો છે અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના નામ પર તેને નામ આપવામાં આવ્યું છે અટલ બ્રિજ ને ફુટ બ્રિજના નામે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદની ઓળખ સમા એવા અટલ બ્રિજની મુલાકાતે 31 ઓગસ્ટથી 27 નવેમ્બર સુધીમાં કુલ 10.38 લાખથી વધુ મુલાકાતીઓએ આ બ્રિજની મોજ માણી છે
આ બ્રિજ AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક ‘કમાઉ દીકરો’ પણ સાબિત થયો છે કારણકે અટલ બ્રિજે છેલ્લા 27 દિવસમાં રૂ. 89,76,280ની જંગી આવક કરી છે અને ઓક્ટોબર મહિનાની વાત કર્યે તો ચાર લાખથી વધુ મુલાકાતીઓ આ બ્રિજની મુલાકાતે ઉમટી પડ્યા હતા